દિનેશ આર વસાવા
ડેડિયાપાડાના રામેશ્વર હોટલ વિસ્તારમાંથી એસ.ઓ.જીએ ગેરકાયદે જ્વલનશીલ પદાર્થની હેરાફેરી કરતા શખ્સને દબોચી લીધો છે. મળતી માહિતી અનુસાર પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃતિની હેરાફેરી તેમજ અસામાજિક તત્વો પર વોચ રાખી કાર્યવાહી કરવા જણાવતા એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન વિસ્તારના નિઘટ ગામ પાસે નાકાબંધી કરી વોચ રાખી હતી.
દરમ્યાન એક મહિન્દ્રા બોલેરો પીક-અપ રજીસ્ટ્રેશન નંબર જી.જે.05 સીયુ 0511 આવતા તેને ચેક કરવામાં આવી હતી. જેમાંથી 200 લીટરના પ્લાસ્ટિકના બેરલમાં જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું હતું. ગાડીના ડ્રાઈવરનું નામ પૂછતાં તેણે પોતાનું નામ ભરત રણછોડ બતાવ્યું હતું. જે બાદ એસ.ઓ.જીએ આ મામલે વધુ તપાસ કરતા 2200 લીટર જ્વલનશીલ પદાર્થ જેની કિંમત અંદાજે 1,54,000 તથા મુદ્દામાલ સાથે કુલ મળીને 5, 59,00 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કામગીરી કરનાર કર્મચારીઓઃ-
જી.એ.સરવૈયા, નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપળા
જે.બી.ખાંભલા, પોલીસ ઈન્સ્પેક્ટર ઈચા. એસ.ઓ.જી
બી.જી વસાવા, પો,સ.ઈ. એસ.સી.બી નર્મદા
એ.એસ. આઈ રવિન્દ્ર ઈશ્વર એસ.ઓ.જી નર્મદા
એ.એસ.આઈ આનંદ સુકલા એસ.ઓ.જી. નર્મદા
ચંદન સંપત એસ.ઓ.જી નર્મદા
મનોજ શરણ એસ.ઓ.જી નર્મદા
શૈલેન્દ્ર રૂપસિંગ એસ.ઓ.જી નર્મદા