ગુજરાત કોંગ્રેસમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. આગામી 2 સપ્તાહની અંદર ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારીના નામની જાહેરાત કરવામાં આવશે. પ્રભારીની નિમણૂક થયાં બાદ નવા પ્રદેશ પ્રમુખ અંગે પણ નિર્ણય લેવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નબળા પ્રદર્શન બાદ દિલ્હી કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા અને પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને બદલવાનું નક્કી કર્યું છે.
આપને જણાવી દઈએ કે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની રેસમાં હાલ પરેશ ધાનાણી, દિપક બાબરિયા અને તુષાર ચૌધરીનું નામ ચર્ચાઈ રહ્યું છે. નવા પ્રદેશ પ્રમુખની નિમણૂકને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. જેમાં ગુજરાતના સિનિયર નેતાઓને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ દિલ્લી બોલાવ્યા છે. દિલ્લીમાં શક્તિસિંહ ગોહિલ, અર્જૂન મોઢવાડિયા, અમિત ચાવડા સહિતના નેતાઓ સાથે મલ્લિકાર્જૂન ખડગેએ ચર્ચા કરશે.