વિદેશ મંત્રી એસ જયશંકરે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વિદેશમાં ભારતની લોકશાહી અંગે આપેલા નિવેદનો પર પલટવાર કર્યો છે. વિદેશ મંત્રીએ ગુરુવારે કહ્યું કે રાહુલની આદત છે કે, જ્યારે પણ તે બહાર જાય છે ત્યારે ભારતની ટીકા કરે છે, પરંતુ આ બાબત દેશના હિતમાં નથી દેશની રાજનીતિને બહાર લઈ જવી યોગ્ય નથી.
વિદેશ મંત્રીએ વધુમાં કહ્યું કે 2024ની ચૂંટણીમાં પણ અમારી સરકાર બનશે, પરંતુ ક્યારેક એક પક્ષ ચૂંટણી જીતે છે તો ક્યારેક બીજી પાર્ટી જીતે છે. તે બાબત દર્શાવે છે કે આપણી લોકશાહી મજબૂત છે. દુનિયા પણ તેને જોઈ રહી છે. જો દેશમાં લોકશાહી ન હોય તો આવો બદલાવ ન આવવો જોઈએ. દેશમાં રાહુલની વાત કોઈ સાંભળતું નથી, ત્યારે વિદેશમાં જઈને ભારતની વાત કરતા રહે છે જે દેશના હિતમાં નથી.