ચીન સાથે ભારતના સંબંધો છેલ્લા છ દાયકાથી સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. ચીન પોતને ભવિષ્યમાં વિશ્વનો સુપર પાવર દેશ તરીકે જોવા માંગે છે. તો બીજી તરફ ભારત પણ પોતાને વિશ્વનો સુપર પાવર દેશ બનાવવા મથામણ કરી રહ્યો છે. આ બધાં વચ્ચે ભારતે અમેરિકા પાસેથી એવા હથિયારની ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે.
જેના થકી ચનની ઊંઘ હરામ થઈ જશે. ભારત અમેરિકા પાસેથી વિશ્વનું સૌથી ઘાતક ડ્રોન ખરીદી કરશે જેનું નામ એમક્યુ-9બી છે. અથવા તેને પ્રિડેટર ડ્રોન તરીકે પણ ઓખળવામાં આવે છે. એમક્યુ-9બીની વિશેષતાની વાત કરીએ તો, તને અમેરિકન કંપની જનરલ એટોમિક્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેને વિશ્વનું સૌથી ઘાતક ડ્રોન માનવામાં આવે છે. તે ડોમેન માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ છે. જેના થકી દરિયાઈ મિશન હાથ ધરવામાં આવશે. ગમે તેવા હવામાનમાં 30 કિલોમીટર ઉડાન ભરી શકે છે.
એમક્યુ-9બીની વિશેષતાઃ-
અમેરિકન કંપની જનરલ એટોમિક્સ દ્વારા તૈયાર કરાયું
વિશ્વનું સૌથી ઘાતક ડ્રોન માનવામાં આવે છે
તેમાં ડોમેન માનવરહિત એરક્રાફ્ટ સિસ્ટમ છે
એમક્યુ-9બી દ્વારા દરિયાઈ મિશન હાથ ધરવામાં આવશે
ગમે તેવા હવામાનમાં 30 કિલોમીટર ઉડાન ભરી શકે
એમક્યુ-9બી એજીએમ 144 હેલફાયર મિસાઈલ
લેસર-ગાઇડેડ બોમ્બ સહિત વિવિધ પ્રકારના શસ્ત્રો વહન કરવામાં સક્ષમ