દેશની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની સીધી ભરતી માટે નેટ,સેટ કે સ્લેટ પાસ કરી હોય તો પણ આસિસ્ટન્ટ પ્રોફેસર બની શકાશે. આ માટે હવે પીએચ.ડી થવું ફરિજીયાત નથી. જોકે શિક્ષકોની અછતને પગલે ભરતી માટે ફરજીયાત પીએચ.ડીનો નિયમ યુજીસીએ જૂન 2021માં જ અપવાદરૂપ કિસ્સા માટે ખતમ કરી દીધો હતો. હવે તે જ સ્થિતિને લાગુ રાખીને ભરતીના નિયમોમાં ફેરફાર કરાયો છે.
યુજીસીના નવા નિયમો પ્રમાણે જે ઉમેદવાર નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ), સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ (સેટ) કે સ્ટેટ લેવલ એલિજિબિલિટી ટેસ્ટ (સ્લેટ) પાસ કરી હશે તે હવે યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મુખ્ય મનાશે. જોકે એસોસિયેટ પ્રોફેસર પ્રોફેસર કે બઢતી મેળવવા પીએચ.ડીના નિયમો પહેલાની જેમ જ લાગુ રહેશે.