મણિપુર હિંસા મુદ્દે છેલ્લાં કેટલાક સમયથી વિપક્ષી પાર્ટીઓ વિરોધ પ્રદર્શન કરી રહી છે. અને વડાપ્રધાન મોદી પાસે મણિપુર હિંસા મુદ્દે જવાબ માંગી રહી છે. આ બધાં વચ્ચે બુધવારે વિપક્ષના સાંસદો દ્વારા કાળા કપડા પહેરીને સંસદ બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે નિવેદન આપતા કહ્યું કે, કાળા કપડા પહેરનારા લોકોનું ભવિષ્ય આજે-કાલે અને આવનાર સમયમાં કાળું જ રહેશે. કારણ કે તેમણે અત્યાર સુધી દેશમાં કાળા કામ કર્યાં છે.
એક તરફ પીયૂષ ગોયલનું ભાષણ અને બીજી તરફ વિપક્ષી પાર્ટીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન થતાં સંસદની કાર્યવાહી સ્થિગિત કરી દેવામાં આવી હતી. વિપક્ષી પાર્ટીઓની માંગ છે કે, વડાપ્રધાન મોદી મણિપુર હિંસા મુદ્દે વાત કરે પરંતુ પીએમ મોદીએ મણિપુર હિંસા મુદ્દે કંઈ પણ નિવેદન ન આપતા વિપક્ષી પાર્ટીઓ સતત વિરોધ કરી રહી છે.