રાજ્યમાં રોજે રોજ ગુજરાત પોલીસ વિભાગના કેટલાક લાંચિયા કર્મચારીઓ લાંચ લેતા ACBનાં સકંજામાં ઝડપાઈ જતા હોય છે. અને આ વખતે પણ કંઈક એવુંજ બન્યું.. અમદાવાદ શહેરના સાઈબર ક્રાઈમ પોલીસ મથકનો લોક રક્ષક હરદીપસિંહ પરમાર રૂપિયા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો છે.
લાંચિયા પોલીસ કર્મચારીએ ફરિયાદ નહીં નોંધવા અને ફ્રીઝ થયેલું બેન્ક એકાઉન્ટ ખોલી આપવા માટે રૂપિયા 10 લાખ માંગ્યા હતા. જેમાંથી લાંચિયા પોલીસ કર્મચારીએ સાત લાખ રૂપિયા આગળ લઈ લીધા હતા.. પરંતુ બીજા બાકી નિકળતા ત્રણ લાખ રૂપિયા ફરિયાદી આપવા જતાં લાંચ લેનાર હરદીપસિંહ પરમાર ACBનાં સકંજામાં આવી ગયા છે.